આસ્ડા અને લિયોન રેસ્ટોરન્ટ્સના નવા માલિકોએ લોકડાઉન પ્રતિબંધો વધુ હળવા થતાં બીજા ત્રિમાસિકની આવકમાં 57.7 ટકાનો એટલે કે £6.5 બિલિયન ડોલરનો વધારો નોંધાવ્યો છે.
યુરો ગ્રુપ (EG)ની સ્થાપના બ્લેકબર્ન સ્થિત બિલિયનેર ઇસા બંધુઓએ 2001માં કરી હતી, જેમણે અમેરિકન રિટેલર વોલમાર્ટ પાસેથી આસ્ડાને ખાનગી ઇક્વિટી કંપની ટીડીઆર સાથે મળીને આ વર્ષે £6.8 બિલિયનમાં અને લિયોન ચેઇન અંદાજિત £100 મિલિયનમાં ખરીદી હતી. મોહસીન (ઉ.વ. 50) અને ઝુબેર ઇસા (ઉ.વ. 49) યુરો ગેરેજના નામે લગભગ 6,000 પેટ્રોલ સ્ટેશન ધરાવે છે.
EG એ જણાવ્યું હતું કે જૂનનાં અંત સુધીના ત્રણ મહિનામાં વ્યાજ, કર અને અન્ય ખર્ચ પહેલાંની કમાણી 23.7 ટકા વધીને $380 મિલિયન થઈ ગઈ છે. 2021ના પ્રથમ છ મહિનામાં, ગ્રુપની કમાણી 15.7 ટકા વધીને $645 મિલિયન થઈ છે, જે 202 ટકા વધીને $11.8 બિલિયન થઈ છે. ગયા વર્ષના સમાન ત્રણ મહિનાની સરખામણીમાં તાજેતરના ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલના વેચાણનું પ્રમાણ 19.1 ટકા વધ્યું છે, જેનો કુલ નફો 9.1 ટકા વધવા સાથે $478 મિલિયન થયો છે.
કંપની, યુકે અને આયર્લેન્ડ, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં 6,000થી વધુ સાઇટ્સ પર 45,000 લોકોને રોજગારી આપે છે.