સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર મંગળવારે થયેલા ડ્રોન હુમલામાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વિમાનને નુકસાન થયું હતું, એમ યેમનમાં હુથી બળવાખોરો સામે લડાઈ કરી રહેલા સાઉદીના વડપણ હેઠળના ગઠબંધનને જણાવ્યું હતું. બીજા એક ડ્રોનથી પણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેને આંતરીને તોડી પાડવામાં આવ્યું હતું.
આ હુમલામાં એક પેસેન્જર વિમાનને નુકસાન પહોંચ્યું હતું. સાઉદીની સરકારી ટીવીના જણાવ્યા મુજબ યમનમાં હુથી વિદ્રોહીની વિરુદ્ધ ચાલી રહેલા જંગ દરમિયાન સાઉદી અરેબિયાના એરપોર્ટને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. હુમલાની જવાબદારી કોઇ સંગઠનને સ્વીકારી નથી.
યમનમાં ઈરાન સમર્થિત શિયા વિદ્રોહીઓ સાથે લડનાર સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને હુમલા વિશે વિગતે જણાવ્યું નથી. આ સિવાય તેમણે કોઈ દુર્ઘટના વિશે માહિતી પણ આપી નથી. સેનાએ માત્ર એટલું જણાવ્યું છે કે સુરક્ષાદળોએ વિસ્ફોટક ડ્રોનને રોકી દીધુ હતું.
યમન છેલ્લા ઘણા સમયથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. બળવાખોરોએ યમનની રાજધાની સના પર કબજો કર્યો હતો અને પછીથી દેશના મોટાભાગના વિસ્તારોમાં તેમનું રાજ થઈ ગયું છે. હુમલાના પગલે તત્કાલીન પ્રેસિડન્ટ આબેદ્રાબ્બૂ મંસૂર હાદીને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. સાઉદી અરેબિયા મંસૂર હાદીના સમર્થનમાં છે અને હૂતિયો વિરુદ્ધ જંગ લડી રહ્યાં છે.