બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચના બોડીગાર્ડ તરીકે તૈનાત મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની બદલી કરવામાં આવી છે, એમ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. શિંદેની વાર્ષિક આવક દોઢ કરોડ રૂપિયા હોવાના અહેવાલ વચ્ચે તેમની ટ્રાન્સફર થઈ છે.
શીંદેની વાર્ષિકના અહેવાલથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. શિંદને 2015માં બીગ બીના બોડીગાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે પોલીસનુ કહેવું છે કે, આ રેગ્યુલર બદલી છે. પોલીસની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ એક જગ્યાએ પાંચ વર્ષથી વધારે સમય માટે રહી શકે નહીં.
અમિતાભને મુંબઈ પોલીસે એક્સ કેટેગરીની સુરક્ષા આપેલી છે. 2015માં બોડીગાર્ડ તરીકે નિમાયેલો શિંદે અમિતાભની સુરક્ષા કવચનો હિસ્સો હતો. જોકે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શિંદે દર મહિને દોઢ કરોડ રૂપિયા કમાય છે. શિંદે ભરોસાપાત્ર બોડીગાર્ડ પૈકીના એક છે. તેમની પત્ની એક એજન્સી ચલાવે છે અને તે મોટી હસ્તીઓને સુરક્ષા પૂરી પાડે છે.