કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓબીસી સુધારા બિલને મંજૂરી આપીને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી છે. ઓબીસીમાં અન્ય જ્ઞાાતિનો સમાવેશ કરવા ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક પંચની રચના કરશે. ગુજરાતમાં અત્યારે ઓબીસીમાં 146 જ્ઞાાતિનો સમાવેશ કરાયો છે.
રાજ્યમાં 48 ટકા લોકો ઓબીસીનો દરજ્જો ધરાવતી હોવાનો અંદાજ છે. ઓબીસીની નવી યાદી બનાવવા માટે કઇ જ્ઞાાતિ સામાજીક અને શેક્ષણિક રીતે પછાત છે તે અંગે સરકારે અભ્યાસ કરવો પડશે. તે જ્ઞાાતિ વાસ્તવિક રીતે પછાત છે તેવુ સાબિત થયા બાદ તેનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે.
રાજકીય નિરીક્ષકો જણાવ્યું હતું કે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર માટે આ કવાયત કરવાનું મુશ્કેલ બનશે. પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન છે, કારણ કે તેનાથી બીજી જ્ઞાતિના લોકો નારાજ થઈ શકે છે.