નોર્થ વેસ્ટ લંડનના ઇલિંગ રોડ વેમ્બલી ખાતે આવેલા બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન દ્વારા

બધા સમુદાયોને એકસાથે લાવવા માટે 1 ઓગસ્ટના રોજ ‘ઇલીંગ રોડ મેલા’નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ પ્રથમ આઉટડોર મેળામાં સમુદાયના બાળકો દ્વારા પ્રભાવશાળી કાર્યક્રમો રજૂ કરાયા હતા. અનિલ દ્વારા બોલિવૂડ ગીતો રજૂ કરાયા હતા.

આ મેળામાં સ્વાદિષ્ઠ વૈવિધ્યસભર ખાણીપીણીના સ્ટોલ અને સ્વાદિષ્ટ દેશી ઢાબા ફૂડ સ્ટોલનો સૌએ લાભ લીધો હતો. અદ્ભુત ફ્રેન્ડશીપ ડેઝની ઉજવણી સાંસદ બેરી ગાર્ડીનર, બ્રેન્ટના ડેપ્યુટી મેયર કાઉન્સિલર અબ્દી એડેન, હેરોના મેયર શશી સુરેશ, બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મોહમ્મદ બટ્ટ, હેરોના પૂર્વ મેયર કૃષ્ણા સુરેશ, કાઉન્સિલર તૃપ્તિ સંઘાણી, પીલ્ટન ઓર્લીન, લોહાણા અગ્રણી સંજય સંઘાણી, પૂર્વ ચેરમેન અનિતાબેન રૂપારેલિયા, હેરોના લંડન એસેમ્બલી મેમ્બર કાઉન્સિલર કૃપેશ હિરાણી ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સૌએ મેલાનો દિવસભર સંપૂર્ણ આનંદ માણ્યો હતો.