વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો ઓલિમ્પિક્સમાં સામેલ થયેલી ભારતીય ટુકડીના સભ્યોને દેશના સ્વતંત્રતા દિને ખાસ મહેમાન તરીકે લાલ કિલ્લામાં આવવાનું આમંત્રણ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટે ભારતીય ઓલિમ્પિક ટીમના એક-એક સભ્યને પાર્ટી આપશે. તેઓ બ્રોન્ઝ મેડલ જીતનારી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને આપેલું વચન પૂર્ણ કરશે.
દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓની આખી ટીમ આઝાદી દિવસના સમારોહના ખાસ મહેમાન તરીકે લાલ કિલ્લા પર હાજર રહેશે, ખેલાડીઓને આ પહેલા આટલું સન્માન નથી મળ્યું. કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે ભારતીય ઓલિમ્પિક ગ્રુપને વિશેષ અતિથિ તરીકે લાલ કિલ્લા પર આમંત્રણ આપશે. તે દિવસે તેઓ સૌ ખેલાડીને વ્યક્તિગત રીતે મળશે.
જાપાનની રાજધાની ટોકિયોમાં રમાઈ રહેલા ઓલિમ્પિકમાં ભારત તરફથી 228 ખેલાડીઓ અને મેનેજમેન્ટ સહિતનું ગ્રુપ ગયું છે. જેમાં 120 એથલીટ્સ છે જ્યારે બાકી કોચ અને મેનેજમેન્ટ ટીમના સભ્યો છે. ભારતને હજુ સુધીમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જ મળ્યો છે.