ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મંગળવારે જણાવ્યું હતું કે સ્કૂલોમાં તબક્કાવાર રીતે વર્ગ ચાલુ કરવામાં આવશે. આગામી સમયમાં કોર કમિટીની બેઠક મળશે, જે બાદ ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં ધોરણ 12 અને કોલેજ બાદ ધોરણ 9થી 11ના વર્ગ 26 જુલાઈથી ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં શાહીબાગ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ સુધી સરકારનાં 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવશે, એ બાદ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં અંગે ચર્ચા કરવામાં આવશે. તબક્કવાર વર્ગ ચાલુ કરવાની વાત હતી એનું અમે પાલન કર્યું છે. ધોરણ 12 અને તે બાદ 9થી 11ના વર્ગ ચાલુ છે. ત્યારે હવે ટૂંક સમયમાં 6થી 8ના વર્ગ ચાલુ કરવામાં આવશે.