વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઇ અલગ છે. ગુજરાતમાં ખેડૂતનું સરેરાશ દેવુ રૂા.38,100 છે, એમ એક અહેવાલમાં જણાવાયું હતું. સંસદમાં પણ ખેડૂતોની લોનના આંકડા સાથે વિગત રજૂ કરવામાં આવી હતી. આ આંકડા મુજબ ગુજરાતના ખેડૂતોના માથે કુલ રૂા.90,695.25 કરોડનું દેવું છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ખેડૂતોની માથાદીઠ આવકમાં પંજાબ, હરિયાણા અને કેરાલા બાદ ગુજરાત ચોથા ક્રમે છે.ગુજરાતમાં ગ્રામિણ ક્ષેત્રમાં કુલ 58.71 લાખ કુટુંબો છે. તેમાંથી 39.30 લાખ કુટુંબો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ગુજરાતના ખેડૂતના માસિક આવક રૂા.11,899 છે. રાજ્યમાં 42.6 ટકા ખેડૂતોએ લોન લીધી છે. 16.74 લાખ ખેડૂતોએ ખેતીના વ્યવસાય માટે બેંક લોન લીધી છે. રાજ્યની બેંકોમાં ખેડૂતોના કુલ 43,45,798 બેંક ખાતા છે.
0.01 હેક્ટર કરતાં ય ઓછી જમીન ધરાવતા ખેડૂતનું દેવુ રૂા.6900 છે જયારે 0.01થી માંડીને 0.40 હેકટર જમીન ધારક ખેડૂતનું દેવું રૂા.12 હજાર છે. આ જ પ્રમાણે, 0.41થી માંડી 0.40 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતનુ દેવુ રૂા.24.700 થયુ છે.