વીસ વર્ષમાં યુકેમાં મકાનોના ભાવ લગભગ ત્રણ ગણા વધી ગયા છે. પ્રોપર્ટી વેબસાઇટ ઝૂપલાના સંશોધન પ્રમાણે, બ્રિટનમાં સરેરાશ ઘરની કિંમત હવે £163,700થી વધુ છે જે 2001ની સરખામણીએ, એક વખત ફુગાવાને એડજસ્ટ કર્યા પછી £106,800 વધારે છે.
નાણાકીય ક્રેશ પહેલા પોતાનું મકાન ખરીદનારા લોકોએ 2008 અને 2012ની વચ્ચે તેની કિંમતમાં ઘટાડો અનુભવ્યો હતો, પરંતુ આ નુકસાન 2013થી થયેલ મજબૂત વૃદ્ધિથી સરભર થયું છે. ઓછા વ્યાજ દર અને ઓછા ખર્ચે મળતું મોર્ગેજ માટે જવાબદાર છે. વેસ્ટ લંડનના કેન્સિંગ્ટન અને ચેલ્સિમાં મકાનોના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. હર્ટફર્ડશાયરમાં સેન્ટ ઑલ્બન્સ (£402,300), એલ્મ્બ્રીજ, સરે (£402,200), ઇસ્ટ ડોર્સેટ (£273,500), ટ્રેફર્ડ, ગ્રેટર માન્ચેસ્ટર (£224,700), સ્ટ્રેટફર્ડ-ઓન-એવોન (£206,500) ), સાઉથ નોર્થમ્પટનશાયર (£205,900), યોર્ક (£188,500), ન્યુકેસલ-ઑન-ટાઇન (£99,900) અને સ્કોટિશ બોર્ડર્સ (£97,900)ના સરેરાશ ભાવ કૌંસમાં દર્શાવ્યા છે.