કોરોનાની બીજી લહેરે ભારતમાં ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. મોટાભાગના લોકા સારવારના અભાવે મૃત્યુ પામ્યા છે. આથી સરકારે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટેની તૈયારી શરૂઆત કરી છે. આ કાર્યમાં બોલીવૂડ સેલિબ્રિટિઝ પણ મદદ કરી રહી છે, જેમાં હુમા કુરેશીનો પણ સમાવેશ થાય છે.
હુમા કુરેશીએ આંતરાષ્ટ્રીય બાળ અધિકાર સંસ્થા સાથે સહયોગ કરીને તે દિલ્હીમાં બાળકોને મદદ કરી રહી છે. તે આ સંસ્થા સાથે મળીને ૩૦ બેડનો બાળકોનો એક વિશેષ વોર્ડ તૈયાર કરાવી રહી છે. તાજેતરમાં તેણે આ વોર્ડની મુલાકાત પણ લીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વોર્ડને તૈયાર કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે કે, આ વોર્ડ બાળકો માટે દરેક રીતે સુરક્ષિત હોવો જોઇએ. બાળકોના રૂમને પણ ચાઇલ્ડ ફ્રેન્ડલી રંગોથી તૈયાર કરવામાં આવશે. આ વોર્ડની દિવાલ પર રંગબેરંગી ચિત્રો પણ દોરવામાં આવ્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે.