પોર્ન ફિલ્મ કેસમાં પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઇએ ધરપકડ પછીથી ચુપ રહેલી બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ગુરુવારે સાંજ ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભૂતકાળના પડકારોનો સામનો કર્યો છે અને ભવિષ્યના પડકારો સામે પણ ટકી રહીશું. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેની આ પહેલી પોસ્ટ છે.
શિલ્પા શેટ્ટીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈ પુસ્તકનું પેજ શેર કર્યું છે. જેની શરુઆતમાં અમેરિકન લેખક જેમ્સ થર્બરનો ક્વોટ લખ્યો છે કે ‘ભૂતકાળ તરફ ગુસ્સાની લાગણીથી ભવિષ્ય તરફ ચિંતાની લાગણીથી ન જોવા, પરંતુ વર્તમાનની જાગૃતિ રાખો.’.
શિલ્પા શેટ્ટીની પોસ્ટમાં આગળ લખ્યું છે ‘આપણે તે લોકો પર ગુસ્સે થઈ જઈએ છીએ, જેમણે આપણને ઈજા પહોંચાડી છે. જે નિરાશા આપણે મહેસૂસ કરી છે, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું છે. આપણે તે આશંકાના ડરમાં રહીએ છીએ કે, આપણે આપણી જોબ ગુમાવી શકીએ છીએ, કોઈ બીમારીનો શિકાર બની શકીએ છીએ અથવા કોઈના મોતથી દુઃખી થઈ શકીએ છીએ. જે જગ્યાએ રહેવાની જરૂર છે, આપણે ત્યાં જ છીએ. અત્યારે જે થઈ રહ્યું છે અથવા શું થઈ શકે છે, તેને ઉત્સુકતાથી નથી જોઈ રહ્યા પરંતુ પૂરી જાગૃત છીએ કે શું છે’.
શિલ્પા શેટ્ટીએ વધુમાં લખ્યું છે ‘જ્યારે ઊંડા શ્વાસ લઉ છું ત્યારે જાણીને ખુશી થાય છે કે હું જીવિત છું. હું ભૂતકાળમાં પડકારોનો સામનો કરી ચૂક્યો છું અને ભવિષ્યમાં પડકારોનો સામનો કરીશ. આજ મારે મારું જીવન જીવવામાં વિચલિત થવાની જરૂર નથી’.