ભારતની રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ઉત્તરપ્રદેશ સરકારે શુક્રવારે મોટી કાર્યવાહીને ગેરકાયદેસર રીતે બનેલા રોહિંગ્યા કેમ્પ પર બુઝડોઝર ફેરવીને ધ્વંશ કરી દીધા હતા. સિંચાઈ વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે રોહિંગ્યા કેમ્પ લગાવવામાં આવ્યો હતો, જેને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યો હતો.
અહીં લગભગ 5.21 એકર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો, જેને હવે અતિક્રમણ મુક્ત કરવામાં આવ્યો છે. આ જમીનની કિંમત લગભગ રૂ.150 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સતત રાજ્યમાં ગેરકાયદેસર નિર્માણને તોડી પાડવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અનેક જગ્યાએ આ કાર્યવાહી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઉત્તરપ્રદેશ સિંચાઈ વિભાગની અનેક ભાગોમાં જમીન છે.