ભારતમાં ગુરુવારે કોરોનાના કેસોમાં સતત ત્રીજા દિવસે વધારો વધારો થયો હતો. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાના પગલે ચિંતા વધી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41,800 દર્દીઓ નોંધાયા હતા અને 581 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતા, જ્યારે 39,000 લોકોએ કોરોનાને માત આપીને સાજા થયા હતા.
સાત દિવસ બાદ નવા દર્દીની સંખ્યા સાજા થનારા દર્દીઓની સંખ્યા કરતા વધી છે. ભારતમાં કોરોનાના કુલ 3.09 કરોડ કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચુકયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 4.32 લાખ છે.