- બાર્ની ચૌધરી
એન્ટી રેસીઝમ પ્રેશર જૂથો, થિંક-ટેન્ક અને સાંસદોએ યુરો 2020 દરમિયાન ઇંગ્લેન્ડની સિધ્ધિઓને આગળ વધારવા માટે દેશભરમાં વધુ સારી રેસ-રિલેશનશિપના ગઠન માટે પ્રોફેશનલ ફૂટબોલ સાથે સંકળાયેલા દરેકને વિનંતી કરી છે. ઇંગ્લિશ ટીમે 1966ના વર્લ્ડ કપ પછી આ સ્પર્ધામાં પ્રથમ વખત ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો.
એન્ટી-રેસીઝમ ચેરિટી, કિક ઇટ આઉટના અધ્યક્ષ સંજય ભંડારીએ કહ્યું હતું કે “આપણે પોતાને યાદ કરાવવાનું છે કે પાછલા ચાર અઠવાડિયા આપણે કેટલા સકારાત્મક હતા. ગેરેથ સાઉથગેટે ભાઈચારાની ભાવના સાથે ટીમમાં દોરી છે અને લોકડાઉનમાંથી બહાર આવતાં જ રાષ્ટ્રના આત્માને ઉઠાવ્યો છે. ખેલાડીઓએ દરેકને સમાવાયા હોય તેવી અનુભૂતિ કરાવી છે. ઑનલાઇન દુરૂપયોગ સામે લડવાનો અભિગમ ખંડિત થયો છે.” તેમણે એફએ, પ્રીમિયર લીગ, ઇંગ્લિશ ફૂટબૉલ લીગ અને પ્રોફેશનલ ફુટબૉલર્સ એસોસિએશનને રમતમાં જાતિવાદનો સામનો કરવા ટકી રહેવા વિનંતી કરી હતી.
બ્રિટિશ ફ્યુચર થિંક-ટેન્કના ડિરેક્ટર સુંદર કટવાલાએ ઇસ્ટર્ન આઇને જણાવ્યું હતું કે તે “ઇંગ્લેન્ડ માટે, ઇંગ્લિશ ફૂટબૉલ માટે, અને ઇંગ્લિશનેસ માટે આ તેજસ્વી મહિનો રહ્યો. આ ટીમે રાષ્ટ્રના પ્રતિનિધિ બનવા ઉપરાંત વધુ કંઇક કર્યું છે. ફૂટબૉલ મેનેજર અને ફૂટબોલ ખેલાડીઓએ ખરેખર વિવિધ અને સમાવિષ્ટ ઇંગ્લિશનેસ માટે વાત કરી છે. સાઉથગેટના નેતૃત્વ થકી ખેલાડીઓને ભૂતકાળમાં રાજકીય ગણાતી બાબતો પર બોલવાનો આત્મવિશ્વાસ મળ્યો હતો. તેમણે દેશનું નેતૃત્વ કર્યું છે અને તે મુદ્દે અન્ય દરેક વ્યક્તિ મૌન છે ત્યારે દ્રષ્ટિ અને સંસ્કરણનું પ્રદાન કર્યું છે. તેઓ ખૂબ જ સામાજિક સભાન પેઢીના છે. મને લાગે છે કે રહીમ સ્ટર્લિંગ, માર્કસ રેશફર્ડ, જોર્ડન હેન્ડરસને તે બતાવ્યું છે. તે સરેરાશ 25 વર્ષના લોકોની યુવાન ટીમ છે, જેમણે વિવિધતા વિશે વધુ વિશ્વાસ ધરાવતા વધુ વૈવિધ્યસભર જૂથના ઇંગ્લેન્ડના 25 વર્ષના લોકોના મંતવ્યોમાં ફેરફાર દર્શાવ્યા છે.’’
પ્રોફેશનલ ફૂટબૉલની 92 ક્લબમાંથી એકમાત્ર દક્ષિણ એશિયન પુરુષ કે સ્ત્રી ફૂલટાઇમ કોચ, ક્વીન્સ પાર્ક રેન્જર્સની નવી સહાયક કોચ મનીષા ટેઈલર કહે છે કે “યુરોનો એક અતુલ્ય અનુભવ રહ્યો છે. તે રમતના પ્રેમ માટે, સમુદાયના લોકોને સાથે લાવ્યા હતા.’’
સોમવારે (12) એક ન્યૂઝ કોન્ફરન્સમાં, સાઉથગેટે તેમની ટીમ અને તેમને સમર્થન આપનારા ચાહકોની પ્રશંસા કરતા પત્રકારોને કહ્યું હતું કે, “અમે લોકોને એકસાથે લાવવામાં મશાલ તરીકેની ભૂમિકા ભજવી છે અને રાષ્ટ્રીય ટીમ દરેક માટે છે. તે એકતા જાળવવી પડશે. ઉર્જા અને સકારાત્મકતા સાથે આપણે દેશમાં શક્તિ બતાવી છે.”
શ્યામ અને દક્ષિણ એશિયન સાંસદોએ ઇંગ્લેન્ડની ટીમ અને તેમના મુખ્ય કોચની પ્રશંસા કરી છે.
સ્લાઉના સાંસદ, ટેન ઢેસીએ કહ્યું હતું કે “ગેરેથ સાઉથગેટ અને તેની અદભૂત ટીમની સિદ્ધિઓ પર આપણને ખૂબ જ ગર્વ હોવો જોઈએ. ફક્ત કોઈ પેનલ્ટી કિક ચૂકી ગયુ કે પ્રથમ વખત યુરોપિયન ચેમ્પિયનશીપ જીતવાનું ચૂકી ગયા તેનો અર્થ એ નથી કે તે ખેલાડીઓ નિષ્ફળ ગયા છે. તેઓ હીરો છે, અને તેમને તે માનવા જોઈએ.”
બ્રેન્ટ સેન્ટ્રલના એમપી ડૉન બટલરે કહ્યું હતું કે “આ છોકરાઓએ ખૂબ ગર્વ આપ્યો, આખી ટીમ અસાધારણ હતી. તેમણે આખા દેશને હતાશામાંથી બહાર કાઢ્યો છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમની નિષ્ક્રિયતા માટે જવાબદાર હોવું જરૂરી છે.’’
એફએ પ્રમુખ, પ્રિન્સ વિલિયમે રેસીસ્ટ લોકોની નિંદા કરતા ટ્વીટર પર જણાવ્યું હતું કે ‘’દુર્વ્યવહારથી હું નારાજ છું. તે તદ્દન અસ્વીકાર્ય છે કે ખેલાડીઓએ આ ઘૃણાસ્પદ વર્તન સહન કરવું પડે છે. તે હવે બંધ થવું જોઈએ અને તેમાં સામેલ બધાને જવાબદાર ગણવા જોઈએ.”
કટવાલા સૂચવે છે કે જો કંઇ બદલાતું ન હોય તો ખેલાડીઓએ આવતા મહિને નવી પ્રીમિયર લીગ સીઝનના પહેલા દિવસે ફરી એકવાર સોશ્યલ મીડિયાનો બહિષ્કાર કરવો જોઈએ.
પેરી બારના લેબર સાંસદ ખાલિદ મહેમૂદ પણ તેમનું સમર્થન કરતા કહે છે કે “બધા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી હોય છે. તમે સોશ્યલ મીડિયા પર કશું મૂકીને પછી દૂર રહો તે યોગ્ય નથી.’’