ભારતમાં કોરોના મહામારીની પ્રથમ દર્દી બનેલી કેરળની મેડિકલ વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. તેનો RT-PCR પોઝિટિવ આવ્યો છે. એમ કેરળના આરોગ્ય સત્તાવાળાએ મંગળવારે જણાવ્યું હતું.
કેરળના થ્રિસુર જિલ્લાની મેડિકલ વિદ્યાર્થિની દિલ્હી જવા ઈચ્છતી હતી, આથી તેણે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. તે સંક્રમિત છે, પણ કોરોનાના કોઈ લક્ષણો નથી. 20 વર્ષની આ વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પણ આઘાત લાગ્યો હતો.
ચીનની વુહાન યુનિવર્સિટીની ત્રીજા વર્ષની આ મેડિકલ વિદ્યાર્થી સૌ પ્રથમ 30 જાન્યુઆરી 2020ના રોજ પોઝિટિવ આવી હતી અને ભારતની પ્રથમ કોરોના દર્દી બની હતી. મીડિયા રિપોર્ટ મુજબ મેડિકલ વિદ્યાર્થિનીએ અત્યાર સુધી વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. તે કેરળના માથિલાકમ ગામની રહેવાસી છે.