શ્રીલંકાના બેટીંગ કોચ અને ડેટા એનાલિસ્ટને કોરોનાનો ચેપ લાગતાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડે મળી બંને દેશોની વન-ડે શ્રેણીનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. ૧૩મી જુલાઈથી શરૂ થનારી વન-ડે શ્રેણી હવે ૧૮મી જુલાઈથી શરૂ થશે. એ પછી ૨૦ અને ૨૩મી જુલાઈએ બીજી અને ત્રીજી વન-ડે રમાશે. તે પછી ૨૫, ૨૭ અને ૨૯મી જુલાઈએ ટી-૨૦ મેચો રમાશે. મહામારીને ધ્યાનમાં રાખીને શ્રીલંકાએ બે બૅકઅપ ટીમ તૈયાર રાખી છે. એક દામ્બુલ્લામાં અને બીજી કોલંબોમાં પ્રેક્ટિસ કરી રહી છે. કોલંબોમાં ખેલાડીઓને વધુ બે દિવસ આઇસોલેશનમાં મોકલી દેવાયા છે.