માર્ક્સ એન્ડ સ્પેન્સર તાજેતરમાં જ હરીફ સુપરસ્ટોર અલ્ડીને પોતાની લોકપ્રિય કોલિન ધ કેટરપિલર કેકની નકલ કરવા બદલ કોર્ટમાં લઇ ગયું હતું અને હવે એજ માર્ક્સ એન્ડ સ્પેન્સરે વિખ્યાત ભારતીય રેસ્ટોરંટ ચેઇન દ્વારા બનાવવામાં આવેલી લોકપ્રિય ડીશ ‘બેકન નાન રોલ’ની નકલ કરી બજારમાં વેચવાનો આરોપ મૂકાયો છે.
રિટેલર માર્ક્સ એન્ડ સ્પેન્સરે આ અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર ચીલી એગ અને બેકન નાનનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેને પગલે સોશ્યલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા અને રેસ્ટોરન્ટને ક્રેડીટ આપ્યા વિના ડિશૂમની રેસીપીની “નકલ” કરવાનો આરોપ લગાવ્યો હતો.
ડિશુમે દાવો કર્યો હતો કે એમ એન્ડ એસએ પછીથી ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટને એડીટ કરી તે ડીશ કેવી રીતે બનાવાય છે તેનો વિડિઓ મૂકી ઉમેર્યું હતું કે તે “અદ્ભુત વાનગી ડિશૂમ દ્વારા પ્રેરિત” હતી.
ભારતીય રેસ્ટોરન્ટ ચેઇન, ટિશુમની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તેની લંડન, માન્ચેસ્ટર, એડિનબરા અને બર્મિંગહામમાં શાખાઓ આવેલી છે. ડિશુમે કહ્યું હતું કે દુ:ખદાયક છે કે તેઓ ઘણાં પ્લેટફોર્મ પર ક્રેડિટ વગર રેસીપીનો ઉપયોગ કરી રહ્યા છે. જેને અમે ઘણી રાતોની ઉંઘ બગાડીને તૈયાર કરી હતી.
ડિશુમ ચેઇન દ્વારા રજૂઆત થતા માર્ક્સ અને સ્પેન્સરે કહ્યું હતું કે તે “મિત્રો બની રહેવા માંગે છે” અને તેના સોશ્યલ મીડિયા ફોલોઅર્સને ડીશૂમમાં ટેબલ બુક કરાવવા અને રેસ્ટોરન્ટની નાન રેસીપી કીટ ખરીદવા પ્રોત્સાહિત કર્યા હતા.