ભારતમાં બુધવારે કોરોના વાઇરસના નવા 45,892 કેસ નોંધાયા હતા અને 817ના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ 45,892 કેસ નોંધાયા છે, જેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા 44,291 નોંધાઈ છે. દૈનિક કોરોનાથી થતા મૃત્યુનો આંક 817 રહ્યો છે, જે ગઈકાલની સરખામણીમાં ઓછો છે, ગઈકાલે એક દિવસમાં કોરોનાથી 930 મોત નોંધાયા હતા.
ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,07,09,557 થઈ છે જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા 2,98,43,825 સાથે 3 કરોડની નજીક પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના લીધે કુલ 4,05,028 દર્દીઓના મોત થઈ ગયા છે.
દેશમાં લાંબા સમયથી કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો ઊંચો રહેવાથી એક્ટિવ કેસ 4,60,704 થયા છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના કુલ કેસની સામે એક્ટિવ કેસની ટકાવારી 1.50% થાય છે, સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને 97.18% થઈ છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5%ની નીચે રહ્યો છે, જે હાલ 2.37% છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.42% સાથે પાછલા 17 દિવસથી 3% કરતા નીચો રહ્યો છે.