ભારતીય પેરા જેવેલિન થ્રોઅર (ભાલા ફેંકના સ્પર્ધક) દેવેન્દ્ર ઝાઝરિયા પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી ટોકિયો પેરાલિમ્પિક માટે ક્વોલિફાય થયો છે. નવી દિલ્હીમાં નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં ગયા સપ્તાહે ૪૦ વર્ષના દેવેન્દ્રએ પુરુષોની એફ-૪૬ કેટેગરીમાં ૬૫.૭૧મીટરનું અંતર પ્રાપ્ત કર્યું હતુ. તેણે ૨૦૧૬નો રીયો ઓલિમ્પિકસનો પોતાનો જ ૬૩.૯૭ મીટરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
ઝાઝરિયાએ ૨૦૦૪ના એથેન્સ પેરાલિમ્પિક્સમાં નવો વર્લ્ડ રેકોર્ડ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. એ પછી ૨૦૧૬ના રીયો પેરાલિમ્પિકમાં પણ તે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હતો. હવે ટોકિયોમાં પણ તે ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ મનાય છે.
રાજસ્થાનના જેવલિન થ્રોએરે કહ્યું હતું તેનું ટાર્ગેટ 68 મીટરના અંતરે થ્રોનું છે. મારે ફરી મારો જ વર્લ્ડ રેકોર્ડ તોડવો છે, દેશ માટે ગોલ્ડ મેડલ જીતવો છે.