રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના એજ્યુકેશન, ઓઉટરીચ અને ડાયવર્સીટી ઓફિસર ડો. શીલા કાનાણી અને ડાયવર્સિટી ઓફિસર ઑન્યા ઓ’બ્રાયનને ઉત્કૃષ્ટ આઉટરીચ વર્ક માટે આર્થર ક્લાર્ક એવોર્ડ એનાયત કરાયો છે. રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ તેમને બન્નેને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.
ડૉ. શીલા કાનાણીને સ્પેસ એચિવમેન્ટ એવોર્ડ ફોર એજ્યુકેશન અને આઉટરીચ એનાયત કરાયો છે. રોગચાળા પહેલા અને તે દરમિયાન અવકાશ અને ખગોળશાસ્ત્રના સતત કાર્યો માટે તેમને એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. ડૉ. શીલા કાનાણી NHS ઇંગ્લેન્ડના પ્રાયમરી કેરના ડિરેક્ટર ડો. નિકિતા કાનાણીના બહેન છે.
જ્યારે ઑન્યાને સ્પેસ એચીવમેન્ટ સ્ટુડન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. નેશનલ એક્ઝોમર્સ આઉટરીચ પ્રોગ્રામ ‘રોવિંગ વિથ રોઝાલિંડ’ના નિર્માણમાં મદદ, 2020માં આરએએસના અર્લી કરિયર નેટવર્કની સ્થાપના અને તેનું વડપણ કરવા બદલ અને યુકેના વિદ્યાર્થીઓ માટે 2018માં એક્સ્પ્લોરેશન અને ડેવલપમેન્ટ માટે નામાંકિત કરાયા હતા.
ડૉ. શીલા અને ઑન્યા સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં સાથે હતા અને તે સમયથી જોડાયેલા છે, તેઓ 2008માં લેસ્ટરની યુનિવર્સિટીમાં સ્પેસ સ્કૂલ યુકેમાં મળ્યા હતા. ઑન્યાએ સ્પેસ સમર સ્કૂલમાં ભણવા માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી, જેમાં ડૉ. શીલા તેના ગૃપ મેન્ટોર હતા. બંને તે સમયથી જોડાયેલા છે! ઑન્યા રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીમાં ડાયવર્સીટી ઓફિસરનું પદ સંભાળે છે અને ડૉ. શીલા અત્યારે મેટરનીટી લીવ પર છે.
આરએએસના પ્રેસિડેન્ટ પ્રોફેસર એમ્મા બુંસે કહે છે કે “અમારી ટીમના સભ્યો ડૉ. શીલા અને ઑન્યાને તેમના સર આર્થર ક્લાર્ક એવોર્ડ્સ માટે ખૂબ ખૂબ અભિનંદન. સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં અમારી પોતાની ટીમને માન્યતા આપતા, અને આઉટરીચ અને એન્ગેજમેન્ટ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા માટે હંમેશાં ખૂબ આનંદ થાય છે.’’