NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI6_30_2021_0010100009)

ભારતમાં કોરોનાના નવા કેસમાં છેલ્લા બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. નવા કેસની સંખ્યા મંગળવારે 40,000 હજારની નીચે હતી, જે મંગળવારે 45,000ને વટાવી ગઈ હતી. બુધવારે તેમાં પણ વધારો નોંધાયો હતો. નવા કેસની સાથે દૈનિક મોતની સંખ્યા 800 પર પહોંચ્યા બાદ તે ફરી એકવાર વધીને 1,000ને પાર ગઇ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 48,786 નવા કે નોંધાયા હતા અને 1005ના મોત થયા હતા. 24 કલાકમાં દેશમાં વધુ 61,588 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,94,88,918 થઈ હતી. જ્યારે કોરોનાના કુલ સંક્રમણનો આંકડો 3,04,11,634 પર પહોંચી ગયો હતો. દેશમાં વધુ 1,005 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,99,459 થયો હતો.

સતત કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો લાંબા સમયથી મોટો રહેવાના કારણે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા આંકડા પ્રમાણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5,23,257 થઈ હતી. 16 જાન્યુઆરીએ દેશમાં કોરોનાની રસી આપવાની શરુઆત કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ 33,57,16,019 ડોઝ આપવામાં આવ્યા છે. રસીની માગની સામે સ્ટોક પૂરતો ના હોવાથી રસી લેવા માગતા નાગરિકોએ હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.