એક શિક્ષકે ક્લાસ રૂમમાં ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને પૂછ્યું કે ‘’જો તમને બહુ બધા નાણાં મળે તો તમે શું કરો?’’ 11 વર્ષના એક માસુમ પણ બુઘ્ઘીશાળી વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ‘’હું કચડાયેલા લોકોને ‘આલ્મ્સ’ (એટલે કે દાન) આપું’’. બસ થઇ રહ્યું. શિક્ષક તે વિદ્યાર્થીએ કહેલ ‘આલ્મ્સ’નો (દાન) અર્થ ‘આર્મ’ એટલે કે ‘હથિયારો’ કરી બેઠા અને તે બાળકનું નામ કાઉન્ટર-રેડિકલાઇઝેશન પ્રિવેન્શન પ્રોગ્રામ માટે મોકલી આપવામાં આવ્યું.
શાળાએ આ અંગે જો વિદ્યાર્થીના પરિવાર સાથે ચર્ચા કરી હોત તો ચોખવટ થઇ શકી હોત. પરંતુ હવે તે છોકરાના માતા-પિતાએ શાળા દ્વારા તેમના ધર્મ અને જાતીને કારણે આવો પોલીસ રેફરલ મોકલ્યો હોવાનુ કારણ આગળ કરીને શાળા સામે નુકશાન વળતર અને માફીના માંગ કરતો દાવો માંડ્યો છે. પોલીસે આ અંગે તપાસ કરી હતી પરંતુ તેમને કોઇ કટ્ટરવાદી વિચારધારા જેવું ન લાગતા કે દેશ સામે કોઇ ધમકી જેવું ન લાગતા કેસ બંધ કરી દેવાયો હતો. વાલીએ આ રેફરલને શાળાના રેકોર્ડ્સમાંથી કાઢી નાખવા પણ રજૂઆત કરી છે જેથી તે ગ્રામર સ્કૂલમાં જાય ત્યારે તે રેફરલ તેમને ન મળે.
ધ ગાર્ડિયન દ્વારા જોવામાં આવેલા રેફરલમાં જણાવાયું હતું કે ‘’છોકરો તેના મમ્મી-પપ્પા સાથે રહે છે અને સ્થાનિક મસ્જિદમાં પણ જાય છે. તેની કોમેન્ટ મધ્યયુગીન ઇતિહાસ, સૈનિકો કે યુદ્ધ પ્રત્યેની તેની રુચિ તેની વય માટે “બિન-લાક્ષણિક” છે.
આ અંગેના સરકારી માર્ગદર્શનમાં જણાવાયું છે કે “માહિતી વહેંચતા પહેલા સંભવિત વ્યક્તિની સંમતિ પ્રાપ્ત કરવી જોઈએ” અને વ્યક્તિગત અને અન્ય સભ્યો માટે જોખમ નથીને તેને લક્ષમાં રાખી રેફરલની “આવશ્યકતા અને પ્રમાણસરતા”નું મૂલ્યાંકન કરવું જોઈએ.