ગુજરાતમાં આ વર્ષે સિંહની સત્તાવાર સંખ્યા 6થી 8 ટકા વધીને 700નો આંકડાને વટાવી ગઈ છે. હાલમાં રાજ્યમાં સિંહની સંખ્યા 710થી 730ની વચ્ચે છે, એમ સિંહોની વસતી ગણતરી માટે હાથ ધરેલી ‘પૂનમ અવલોકન’માં કવાયતમાં જણાવાયું છે. કોવિડ-19 મહામારીના કારણે સિંહ ગણતરીની કવાયત આ વર્ષના જૂન મહિનામાં હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહની વસ્તી 710થી 730ની વચ્ચે હોઈ શકે છે. અધિકારીઓએ કહ્યું હતું કે, ગણતરીની કવાયતને વાર્ષિક બનાવવામાં આવશે, જેથી દર પાંચ વર્ષના બદલે દર વર્ષે સંખ્યા પ્રકાશિત કરવામાં આવે છે.
2020ના પૂનમ અવલોકનમાં સિંહની સંખ્યા 2019ની સરખામણીમાં 28.9 ટકા વધીને 674 થઈ હતી. 2015માં સિંહની સંખ્યા 523 હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, સિંહની સંખ્યા ગીર, મીતયાળા, ગીરનાર અને પાણીયા અભ્યારણ્યમાં સરખી છે. વસ્તી વૃદ્ધિ મુખ્યત્વે અભ્યારણ્યોના બહારના ક્ષેત્રમાં થઈ રહી છે.