એક ઐતિહાસિક ચુકાદામાં દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલત દેશના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેકોબ ઝુમાને કોર્ટના તિરસ્કાર બદલ મંગળવારે 15 મહિનાની જેલની સજા ફટકારી હતી. ઝુમાએ લાંચ કેસમાં તપાસપંચ સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો.
ઝુમાને પાંચ દિવસમાં રૂબરુમાં હાજર થવાની તાકીદ કરતા કોર્ટે જણાવાયું હતું કે જો તેઓ હાજર નહીં થાય તો પોલીસ ધરપકડ કરશે અને જેલમાં પૂરશે. બંધારણીય કોર્ટના જજે જણાવ્યું હતું કે કોર્ટના તિરસ્કારના ગુનામાં જેકોબ ઝુમાને ગુનેગાર જાહેર કરવામાં આવે છે. કોઇ વ્યક્તિ કાયદાથી પર નથી.
79 વર્ષીય ઝુમાએ આશરે નવ વર્ષના શાસન દરમિયાન રાજ્યની તિજોરીમાં લૂંટ ચલાવી હોવાનો આરોપ છે. ફેબ્રુઆરી 2018માં સત્તાવાર આફ્રિકન નેશનલ કોંગ્રેસે તેમની હકાલપટ્ટી કરી હતી. સત્તા છોડતા પહેલા તીવ્ર દબાણને કારણે તેમણે ડેપ્યુટી ચીફ જસ્ટિસ રેમન્ડ ઝોન્ડાના વડપણ હેઠળ તપાસ પંચની રચના કરી હતી. પરંતુ તેઓ આ પંચ સમક્ષ હાજર થતા ન હતા. જાન્યુઆરીમાં બંધારણીય કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં ઝુમા પંચ સમક્ષ હાજર થયા ન હતા.
ઝુમા સામેના ભ્રષ્ટાચારના મોટાભાગના આરોપો ગુપ્તા પરિવાર સાથે જોડાયેલા છે. આ ભારતીય બિઝનેસ પરિવારના ત્રણ ગુપ્તા ભાઇઓને સરકારના આકર્ષક કોન્ટ્રાક્ટ મળ્યા હતા અને તેઓ કેબિનેટ પ્રધાન નક્કી કરવાની પણ ક્ષમતા ધરાવતા હોવાનો તેમના પર આક્ષેપ થયા હતા.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ