ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ પરમાણુ ક્ષમતાથી સજજ મિસાઈલ અગ્નિ-પીનું સોમવારે સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વિપમાં સવારે 10.55 વાગ્યે કરવામાં આવ્યું હતું.
ડીઆરડીઓના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા આ મિસાઈલ વિકસિત કરવામાં આવી છે. અગ્નિ પ્રાઈમ મિસાઈલને 4,000 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-4 અને 5,000 કિમીની અગ્નિ-5 મિસાઈલમાં વપરાતી અત્યાધુનિક ટેક્નોલોજી ભેગી કરીને તૈયાર કરવામાં આવી છે. અગ્નિ પી મિસાઈલ એક બેલેસ્ટિક મિસાઈલ છે. જેની મારક ક્ષમતા 1000 કિમીથી 2000 કિમી સુધી છે. તે જમીનથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલ છે. જે લગભગ 1000 કિગ્રાનો પેલોડ કે પરમાણુ શસ્ત્ર લઈ જઈ શકે છે.
ભારતે પહેલીવાર વર્ષ 1989માં મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-1નું પરીક્ષણ કર્યું હતું. અત્યાર સુધી અગ્નિ સિરીઝની પાંચ મિસાઈલોનું સફળતાપૂર્વક વિકાસ અને પરીક્ષણ કરવામાં આવ્યું છે.