કેન્દ્ર સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચેનો વિવાદ વધી રહ્યો હતો. ટ્વીટરે શુક્રવારે સવારે આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક માટે બ્લોક કરી દીધું હતું. રવિશંકર પ્રસાદે સ્ક્રીન શોટ શેર કરીને આ જાણકારી આપી છે. પ્રસાદે કહ્યું છે કે તે છેલ્લા એક કલાકથી પોતાના એકાઉન્ટને એક્સેસ કરી શકતા નથી. ટ્વીટરે અમેરિકાના કોપીરાઇટ નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરી હતી.
એક કલાક બાદ એકાઉન્ટ ફરીથી શરૂ થઈ ગયું હતું. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સોસિયલ મીડિયા કંપનીએ આઈટી નિયમ 4 (8)નું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમણે જ્યારે ટ્વીટરે એક્સેસ કરવાનો પ્રયાસ કર્યો હતો તો તરફથી મેસેજ આવ્યો હતો કે તેમના એકાઉન્ટથી અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન થયું છે. છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને ટ્વીટર વચ્ચે નવા આઇટી નિયમોના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે