કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન અને ગિલિંગહામના એમપી રહેમાન ચિશ્તીને ફેબ્રુઆરીમાં તેમના કેન્ટ મત વિસ્તારના હાઉસિંગ ડેવલપમેન્ટ માટે કાઉન્સિલના પ્લાનર્સને ટેકો આપવા અંગે પત્ર લખવા બદલ ‘કોન્ફલિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ બદલ પાર્લામેન્ટરી કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ – વોચડોગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જમીનના એ પ્લોટ અંગે ફરિયાદ થયા પછી તપાસ શરૂ કરાઇ હતી. તે બિઝનેસમેને ચિશ્તીને વ્યક્તિગત રીતે એક વખત અને પેઢીમાંથી બે વખત બે-બે હજાર મળીને કુલ 6,000 પાઉન્ડનું દાન આપ્યું હતું.
શેડો કોમ્યુનિટી અને લોકલ ગવર્નમેન્ટ સેક્રેટરી એનો ક્રોયડન નોર્થના એમપી સ્ટીવ રીડે જણાવ્યું હતું કે ‘’દાન અને કોન્ફલિક્ટ ઓફ ઇન્ટરેસ્ટના આરોપો અંગે શ્રી ચિશ્તી સામે ગંભીર પ્રશ્નો છે. આ કેસ કન્ઝર્વેટિવ પાર્ટી અને તેમના ડેવલપર્સ ટેકેદારો વચ્ચેના હૂંફાળા સંબંધોની બીજી યાદ અપાવે છે.’’
વડા પ્રધાન બોરીસ જૉન્સનના પ્લાનીંગની સુધારણા અંગે લેબર પક્ષ કૉમન્સમાં ડિબેટ કરવાની યોજના ધરાવે છે. આચારસંહિતા કહે છે કે સાંસદોએ અધિકારીઓ સાથેના સંદેશાવ્યવહારમાં ‘કોઈપણ સંબંધિત હિત તરફ ધ્યાન દોરવામાં આવે ત્યારે ખુલ્લા અને સ્પષ્ટ હોવા જોઈએ’.