મુંબઈના 2008 ત્રાસવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે અમેરિકાની ફેડરલ કોર્ટમાં ગુરુવારે રૂબરૂ સુનાવણી કરાશે. પાકિસ્તાની કેનેડિયન બિઝનેસમેન રાણા ડેવિડ કોલમેન હેડલીનો મિત્ર છે. આ કેસની પ્રક્રિયા માટે ભારતથી અધિકારીઓની એક ટીમ અમેરિકા પહોંચી હોવાનું માનવામાં આવે છે.
અમેરિકન સરકારે કોર્ટ સમક્ષ અનેક રજૂઆતોમાં પ્રત્યાર્પણના પ્રમાણન માટે પોતાની વિનંતી અને યુનાઇડેટ સ્ટેટ્સના પ્રતિભાવના સમર્થનમાં જાહેરાત કરી હતી.
59 વર્ષના રાણાની મુંબઇ હુમલામાં સંડોવણી હોવાના પગલે ભારત તેનો કબજો મેળવવા ઇચ્છે છે.
ભારતની પ્રત્યાર્પણની વિનંતીને કારણે આ હુમલાના મુખ્ય દોષિત અને રાણાના બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલીની ગત વર્ષે 10મી જુનના રોજ લોસ એન્જલસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકોના મોત થયા હતા, અને તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.
60 વર્ષના હેડલીને આ કેસમાં તાજનો સાક્ષી દર્શાવવામાં આવ્યો છે. હુમલામાં તેની ભૂમિકા બદલ તે અત્યારે અમેરિકાની જેલમાં 35 વર્ષની જેલ ભોગવી રહ્યો છે. રાણાએ જણાવ્યું હતું કે, તેને શિકાગોની કોર્ટે દોષિત ઠેરવ્યો હોવાથી તેણે ભારતમાં પોતાના પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો.
ભારત-અમેરિકાના પ્રત્યાર્પણ કરાર મુજબ ભારત સરકારે રાણાના અધિકૃત પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી અને તે માટે અમેરિકાએ પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી હતી. અમેરિકન સરકારે દલીલ કરી હતી કે ભારતમાં પ્રત્યાર્પણ માટેના તમામ માપદંડો રાણાના કિસ્સામાં યોગ્યતા ધરાવે છે.
કોર્ટ પાસે વ્યક્તિગત અને વિષય સંબંધિત અધિકારક્ષેત્ર છે. અમેરિકા અને ભારત વચ્ચે એક પ્રત્યાર્પણ કરાર છે અને તે સંપૂર્ણ પણે અસરકારક રીતે અમલમાં છે, અને જે ગુનાઓ માટે રાણાના પ્રત્યાર્પણની માગણી કરવામાં આવી છે, તેને કરારની શરતોમાં આવરી લેવામાં આવી છે.
અગાઉ 4 ફેબ્રુઆરીએ રાણાના એટર્નીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, રાણાના પ્રત્યાર્પણ પર અમેરિકા-ભારત વચ્ચેના પ્રત્યાર્પણ કરારના આર્ટિકલ 6 હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે, અગાઉ જેના માટે તેના પ્રત્યાર્પણની માગણી કરવામાં આવી હતી, તે ગુનાઓમાં તે નિર્દોષ જાહેર થયો હતો. અને કરારના આર્ટિકલ 9 હેઠળ સરકારે એવું માનવાનું સંભવિત કારણ દર્શાવ્યું નથી કે રાણાએ કથિત ગુનાઓ આચર્યા છે.