અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવના પાણીના નમૂનામાં કોરોનાના વાયરસ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં અનેક જગ્યાએ સુએજ લાઈનમાં જીવતા કોરોના વાયરસ મળવાની પુષ્ટિ થઈ ચુકી છે. પરંતુ આ વખતે પહેલી વખત કુદરતી જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિની જાણ થઈ છે.
તાજેતરમાં IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ મળીને કરેલા સંશોધનમાં અમદાવાદની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતીમાં વિવિધ જગ્યા પરથી લેવામાં આવેલા નમૂનાઓ પૈકી ઘણા નમૂનાઓ સંક્રમિત જણાયા છે. આ ઉપરાંત કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવામાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યા છે.