આશરે એક બિલિયન ડોલરની આવક સાથે વિદેશમાં હેડક્વાર્ટર ધરાવતી આશરે 60 કંપનીઓના વડા ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ છે, એમ ઇન્ડિયન ડાયસ્પોરોના નોન પ્રોફિટ સંગઠન ઇન્ડિયાસ્પોરાએ જણાવ્યું હતું. આમાંથી કેટલાંક ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઇઓ બંનેની ભૂમિકામાં છે અને આવી યાદીમાં તાજેતરમાં સત્યા નાંદેલો સામેલ થયા છે.
ગયા વર્ષના પ્રારંભમાં આઇબીએમના સીઇઓ તરીકે અરવિંદ ક્રિષ્નાની નિમણુક થઈ હતી. તેમણે ડિસેમ્બરમાં આ અગ્રણી કંપનીના ચેરમેનનો વધારાનો સંભાળ્યો હતો. ફેરફેક્સ ફાઇનાન્શિયલના પ્રેમ વત્સ પણ આ બંને હોદ્દા સંભાળે છે. એડોબના શાંતનું નારાયણ અને પોલો એલ્ટો નેટવર્કના નિકેશ અરોરો પણ આ બંને ભૂમિકામાં છે.
માસ્ટરકાર્ડના અજય બગ્ગા એક્ઝિક્યુટિવ ચેરમેન છે, જેનાથી તેમની સંચાલકીય ભૂમિકા પણ મળે છે. ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ છે. આલ્બર્ટન્સના સીઇઓ વિવેક શંકરન છે. માઇક્રોન ટેકનોલોજીના સીઇઓની ભૂમિકામાં સંજય મેહરોત્રા છે. ડિયાજીઓના સીઇઓ તરીકે ઇવાન મેન્ડિસ છે.