જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતી કેટલીક યુવતીઓના કથિત યૌન શોષણના મુદ્દે સમગ્ર રાજ્યરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક અસરથી જિલ્લાના વહીવટી તંત્રને સમગ્ર મુદ્દાની વિગતવાર તપાસ કરવા માટેના અને દોષિતો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે તેમની સુપરવાઇઝર્સ દ્વારા જાતિય સતામણી થાય છે. તેની અને બીજી સહકર્મી મહિલાઓ પર સુપરવાઇઝર્સ સાથે શારિરીક સંબંધો બાંધવાનું દબાણ કરવામાં આવે છે.
રાજ્યના ગૃહપ્રધાના આદેશથી તંત્ર દ્વારા કથિત યૌન શોષણ મામલે તાત્કાલિક અસરથી એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ સેન્ટર કોરોનાની બીજી લહેર દરમિયાન ૫૭૦ જેટલા કર્મચારીઓની નિમણુક કરવામાં આવી હતી, જેમાં ૨૫૦થી પણ વધુ મહિલા કર્મચારીઓ હંગામી ફરજમાં જોડાયા હતા. આમાંથી 60થી 70 મહિલા કર્મચારીઓ સાથે કથિત યૌન શોષણ થયું હોવાના આક્ષેપ થયા હતા. તેમાં મોટા માથા સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.