ઇઝરાયેલે બુધવારે સવારે ગાટા પટ્ટી પર ફરી હવાઇ હુમલા કર્યા હતા. પેલેસ્ટાઇને ઇસેન્ડિયરી બલૂન છોડ્યા બાદ ઇઝરાયેલે આ કાર્યવાહી કરી હતી. 21 મેના રોજ યુદ્ધવિરામ બાદ આ હવાઇ હુમલા અને બલૂન બંને વચ્ચેનો પ્રથમ મોટો સંઘર્ષ છે.
ગયા મહિને 11 દિવસ સુધી ચાલેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધનો અંત એક સીઝફાયર સાથે આવ્યો હતો. ઈઝરાયલે સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ફરી એક વખત ગાઝા પટ્ટી તરફ રોકેટ છોડ્યા હતા. જેને 21 મેના રોજ થયેલા સીઝફાયરના અંત તરીકે જોઈ શકાય છે.
આ હુમલા અંગે ઈઝરાયલે એવી સ્પષ્ટતા કરી છે કે, હમાસે તેમના તરફ બલૂન છોડ્યા હતા તેના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. તેના થોડા સમય પહેલા તાજેતરમાં જ ઈઝરાયલી દક્ષિણપંથીઓએ પૂર્વ જેરૂસલેમ તરફ માર્ચ યોજી હતી જેમાં ખૂબ જ ઉશ્કેરણીજનક નારા બોલાવવામાં આવ્યા હતા, જેનાથી પેલેસ્ટાઈન નારાજ હતું.
11 દિવસ સુધી ચાલેલું હમાસ અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ એક દશકામાં થયેલું ચોથું યુદ્ધ હતું. આ યુદ્ધમાં ઈઝરાયલ અને હમાસે સેંકડો હવાઈ હુમલા કર્યા હતા. યુદ્ધમાં 250 કરતા પણ વધારે લોકો માર્યા ગયા હતા જેમાં મોટા ભાગના પેલેસ્ટાઈની નાગરિક હતા.