સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જનને કહ્યું છે કે, સ્કોટલેન્ડમાં કોવિડ-19 પરના પ્રતિબંધો હજૂ ત્રણ ત્રણ અઠવાડિયા પછી હળવા કરવામાં આવે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે 28 જૂનથી આખો દેશ તેની પાંચ-સ્તરની સિસ્ટમના સૌથી નીચલા સ્તર – શૂન્ય તરફ જવાનો હતો. આમ થવાથી વધુ લોકોને વાઇરસ સામે રસી આપી શકાશે. સ્કોટલેન્ડમાં કોવિડ કેસનો દર મે માસના પ્રારંભ કરતા પાંચ ગણો વધારે છે.
શ્રીમતી સ્ટર્જને જણાવ્યું હતું કે “આપણે રસીકરણ માટે વાઇરસથી આગળ રહેવા માટે પૂરતો સમય ખરીદવાની જરૂર છે, અને તેથી આ ક્ષણે સાવચેતી રાખવી જરૂરી છે. આમ કરવાથી અમને જુલાઈમાં, પાટા પર પાછા ફરવાની અને આપણે સૌની ઇચ્છા હોય તો સામાન્યતાને પુન:સ્થાપિત કરવાની શ્રેષ્ઠ તક મળશે.”