પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાની બીજી લહેરને કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ-12 બોર્ડ પરીક્ષા રદ કરવામાં આવી છે, એમ વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ આપવો યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં મુકી શકીએ નહીં.

CBSEની ધોરણ-12 બોર્ડ પરીક્ષા રદ થતાં ગુજરાતમાં ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા અંગે અનિશ્ચિતતા ઊભી થઈ હતી. મંગળવારે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વગર ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સવાલ ઊભો થયો હતો કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે.