ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ની ગુજરાત સ્ટેટ બ્રાન્ચે યોગગુરુ બાબા રામદેવ સામે એફઆઇઆર દાખલ કરવાની માગણી કરતી અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. એલોપથી અને ડોક્ટર્સ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ બાબા રામદેવ સામે આ અરજી આપવામાં આવી છે. આઇએમએની ઓછામાં ઓછી બીજી પાંચ સ્ટેટ બ્રાન્ચે પણ આવી અરજી આપેલી છે.
આઇએમએના સેક્રેટરી ડો કમલેશ સૈનીએ સોમવારે કરેલી અરજીમાં માગણી કરવામાં આવી છે કે બાબા રામદેવ સામે ઇન્ડિયન પિનલ કોડ, એપિડેમિક ડિસીઝ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવે. અરજીમાં જણાવાયું છે કે એલોપથી, ડોક્ટર, કોવિડ વેક્સીનેશન અંગેના રામદેવના નિવેદનોનો હેતુ પતંજલીની કોરોનીલ જેવી દવાઓના વેચાણને વેગ આપવાનો છે.