પાછલા દાયકામાં થયેલી ઝડપી વૃદ્ધિ અને ચાઇનામાં થનારા વિરાટ વેચાણને નજરમાં રાખીને જેગુઆર લેન્ડ રોવરનું પાંચ વર્ષમાં £3 બિલિયનનો નફો કરવાનું લક્ષ્ય છે. કાર ઉત્પાદકે આગાહી કરી હતી કે તે પાંચ વર્ષમાં £30 બિલિયનના વાર્ષિક ટર્નઓવર અને પાંચ વર્ષમાં £3 બિલિયનનો નફો કરવાની આશા રાખે છે. આ સમય દરમિયાન બ્રિટનમાં કંપનીના હજારો લોકો નોકરી ગુમાવશે.
બ્રિટનના સૌથી મોટા ઑટોમોટિવ એમ્પ્લોયર દ્વારા જાન્યુઆરીથી માર્ચની વચ્ચે, તેના નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ચીનમાં બમણા કરતા વધુ વેચાણના અહેવાલ આપ્યા છે. ચીનમાં 111,000 યુનિટના વેચાણ સાથે વાર્ષિક ધોરણે 23 ટકાનો વધારો નોંધાવ્યો છે.
2020-21માં જેગુઆરના વેચાણમાં 31 ટકાના ઘટાડા સાથે 97,700 કાર વેચાઇ હતી. રેન્જ રોવરનું વેચાણ 18 ટકા ઘટીને 213,000 પર પહોંચ્યું હતું. જ્યારે 23 ટકા ઓછી લેન્ડ રોવર ડિસ્કવરી વાહનોનું વેચાણ થયું હતું તેમજ સ્લોવેકિયા-બિલ્ટ લેન્ડ રોવર ડિફેન્ડરનું વેચાણ 45,200 પર થયું હતું.