ઇંગ્લેન્ડના કેટલાક સૌથી વંચિત પ્રદેશોમાં બાળકો અને યુવાનો માટે વધુ સારી તકોના નિર્માણ માટે £18 મિલિયનનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ઓપોર્ચ્યુનીટી એરિયાએ વંચિત બાળકો માટે પ્રારંભિક વર્ષોમાં, ફીનિક્સના પરિણામો અને કી સ્ટેજ ટુમાં શ્રેષ્ઠ પરિણામો આપ્યા છે.
આ રોકાણ શિક્ષણના પરિણામો લાવવામાં અને રોગચાળોમાંથી રીકવરી કરવામાં મદદ કરશે. 2016થી ભણતરના અવરોધોનો સામનો કરવા સાથે શાળાના ધોરણો, હાજરી, શિક્ષણની ગુણવત્તા અને ભરતી, કારકિર્દી તાલીમ અને સલાહ, સાક્ષરતા અને ગણિતની કુશળતા સુધારવા માટે £90 મિલિયનનું રોકાણ આ યોજનામાં કરવામાં આવ્યું છે.
હવે દેશના બ્લેકપૂલ, ડર્બી અને ઓલ્ડહામ સહિતના 12 ક્ષેત્રમાં વધારાના £18 મિલિયનનું રોકાણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ બાળકો અને યુવાનોને ગણિત અને અંગ્રેજી જેવા મહત્ત્વના વિષયોમાં મદદ કરવાનો, વિદ્યાર્થીઓને શિક્ષણમાંથી બહાર નીકળવાના જોખમ સામે મદદ કરવાનો અને મોટા વિદ્યાર્થીઓને શાળામાંથી આત્મવિશ્વાસ અને કુશળતા સાથે કામ પર મોકલવાનો છે.