ભારતીયો અને ગુજરાતીઓથી છલકાતા લેસ્ટરમાં ભારતીય વેરિયન્ટનો વ્યાપ વધતા સરકારે મુસાફરી કરવાનું ટાળવા અને તકેદારી રાખવા જે આઠ શહેરો – વિસ્તારોને વિનંતી કરી છે તેમાં લેસ્ટરનો પણ સમાવેશ થાય છે.
રવિવારે, કિંગ પાવર સ્ટેડિયમ ખાતેની લેસ્ટર સિટીની સીઝનની અંતિમ મેચમાં કાઉન્ટીમાંથી 8,000 લોકો મેચ જોવા ઉપસ્થિત રહ્યા હતા. નવીનતમ માર્ગદર્શન સાથે લેસ્ટર સિટી કાઉન્સિલની પબ્લિક હેલ્થ ટીમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ
ભારતીય વેરિયન્ટના કેસો ગયા મહિને લેસ્ટરમાં જોવા મળ્યા બાદ લોકોને નિયંત્રણોને વળગી રહેવા વિનંતી કરાઇ છે.
લેસ્ટરમાં તા. 24ના સોમવારે છેલ્લા સાત દિવસના ચેપ દર સાથે 100,000 લોકો દીઠ નવા 55 કેસ નોંધાયા હતા જે 100,000 લોકો દીઠ 22 કેસોની રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણા છે.
લેસ્ટરની હોસ્પિટલોમાં વાયરસના સાત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.