લંડનના હેકની વિસ્તારના બે વોર્ડ વિસ્તારમાં કોવિડ-19ના ભારતીય અને દક્ષિણ આફ્રિકન વેરિયન્ટ મળી આવતા હેકની કાઉન્સિલ દ્વારા રહેવાસીઓના તાત્કાલિક સામૂહિક ટેસ્ટીંગનો આદેશ આપવામાં આવ્યો છે. 12 મે સુધીમાં લંડનમાં ભારતીય વેરિયન્ટના 400 કેસ મળી આવ્યા છે. જેમાં ચોથા ભાગ કરતા વધારે લોકોનાં સંપર્કમાં આવનારે ભારતનો પ્રવાસ કર્યો હતો.
અસરગ્રસ્ત પોસ્ટકોડ્સ વિસ્તારોમાં E8 2; E8 3; E8 4; N1 4; N16 8; EC1V 9; EC2A 3; EC2A 4; N1 6નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં રહેતા અથવા કામ કરતા લોકોને ટેસ્ટીંગ સાઇટ પર જવા અથવા તેમના ઘરે પીસીઆર ટેસ્ટ મંગાવવાનું કહેવામાં આવ્યું છે.
કાઉન્સિલ શોરડિચ અને ડાલ્સ્ટન વિસ્તારના 16 વર્ષથી વધુ વયના, કોરોનાવાયરસનાં કોઈ લક્ષણો ન હોવા છતાં દરેક લોકોના ટેસ્ટ કરી રહી છે. કારણ કે દર 3માં થી 1 વ્યક્તિને કોઇ લક્ષણો જણાતા નથી.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ લંડનના એવા વિસ્તારોની બરો કાઉન્સિલો અને આરોગ્ય પ્રણાલી સાથે કામ કરી રહ્યુ છે જ્યાં વેરિયન્ટ મળી આવ્યા છે.