ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ધરખમ ઘટાડો થયો હતો અને ગુરુવારે રાજ્યમાં કોરોનાનાં નવા 4773 કેસો નોંધાયા હતા. દૈનિક મોતની સંખ્યા પણ ઘટીને 64 થઈ હતી. રાજ્યમાં 8308 વ્યક્તિઓએ કોરોનાને માત આપી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 7.76,220 થયા હતા અને મૃત્યુઆંક 6,67,798 થયો હતો. રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણમાં ભારે ઘટાડો થયો છે.
સરકારે ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 89018 પર પહોંચ્યો છે. જેમાંથી 716 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 88302 દર્દીઓની હાલત સ્થિર છે.
જિલ્લાવાર ધોરણે જોઇએ તો અમદાવાદમાં નવા 1106 કેસ નોંધાયા હતા અને 9નાં મોત થયા હતા. વડોદરામાં નવા 584 કેસ, 6નાં મોત, સુરતમાં નવા 506 કેસ, 8નાં મોત, રાજકોટમાં નવા 264 કેસ, 6નાં મોત, જામનગરમાં નવા 203 કેસ, 5નાં મોત, જૂનાગઢમાં નવા 218 કેસ, 4નાં મોત, ગાંધીનગરમાં નવા 109 કેસ, એકનું મોત, ભાવનગરમાં નવા 110 કેસ, 2નાં મોત, આણંદમાં 161, ભરૂચમાં 138, કચ્છમાં 134 કેસ, પંચમહાલમાં 126, સાબરકાંઠામાં 105, મહેસાણામાં 97 કેસ, દાહોદમાં 91, ખેડામાં 88, મહિસાગરમાં 85 કેસ, પોરબંદરમાં 82, દ્વારકામાં 69, બનાસકાંઠામાં 65 કેસ, અમરેલીમાં 63, પાટણમાં 59, નવસારીમાં 54 કેસ, વલસાડમાં 52, નર્મદામાં 43, ગીર સોમનાથમાં 34 કેસ, સુરેન્દ્રનગરમાં 32, અરવલ્લી – છોટાઉદેપુરમાં 28 – 28 કેસ, મોરબીમાં 13, તાપીમાં 10, બોટાદ – ડાંગમાં 8 – 8 કેસ નોંધાયા હતા.