બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ભારતમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદવામાં વિલંબ કરતા દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવેલા ઓછામાં ઓછા 20 હજાર પ્રવાસીઓ કોવિડ-19ના સ્ટ્રેઇનથી ચેપગ્રસ્ત હોવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
ભારતીય વેરિયન્ટના કેસીઝમાં વધારો થતાં હવે લોકડાઉનમાં આપેલી છૂટછાટો સામે ખતરો ઊભો થયો છે. વડાપ્રધાને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ જાહેર કર્યાના ત્રણ અઠવાડિયા પછી 23 એપ્રિલે ભારતનો ‘રેડ’ લિસ્ટમાં ઉમેરો કર્યો હતો.
વરિષ્ઠ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ એ નહીં કહી શકે કે 21 જૂનના એક સપ્તાહ અગાઉ લોકડાઉન ઉઠાવી શકાશે કે નહીં, ત્યાં સુધી ઉનાળામાં આયોજનોનો નિર્ણય નહીં લેવાઈ શકે.
વેરિએન્ટનો ફેલાવો નાથવા માટે 50 વર્ષથી વધુની વયના લોકોએ તેમનો બીજો ડોઝ ઝડપથી લેવો પડશે, પરંતુ તેનાથી યુવાન લોકોને ડોઝ લેવામાં વિલંબ થશે તેવું મનાય છે. જે લોકો ઇંગ્લેન્ડમાં છે તેવા 35થી વધુ ઉંમરના લોકો રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે. સરકારને આશા હતી કે, આ અઠવાડિયે તેની મર્યાદા ઘટાડીને 30 પર લાવી શક્યા હોત.
હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તેમણે સૌથી ખરાબ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક લોકડાઉનનો ઇન્કાર કરતા નવો ભારતીય વેરિઅન્ટ જંગલની આગની જેમ ફેલાઇ શકે છે. આમ છતાં તેમણે જણાવ્યું હતું કે, આ વેરિઅન્ટ સામે રસી સુરક્ષા આપવામાં સક્ષમ રહેશે તેવો તેમને ‘ભારે વિશ્વાસ’ છે.
બ્રિટનમાં આ મહત્ત્વનો સ્ટ્રેઇન બનવાની અપેક્ષા છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આ નવી શરૂઆતમાં નવા વેરિઅન્ટસ સૌથી વધુ જોખમીઓ પૈકીનું એક છે કારણ કે, જે લોકોએ રસી નથી લીધી તેવા જુથોમાં તેનો ચેપ જંગલમાં આગની જેમ ફેલાઇ શકે છે.
તેમણે એ પણ ચેતવણી આપી છે કે, આ વેરિઅન્ટ ફેલાશે તો કેટલાક લોકોએ રસી લીધી છે તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે. જોકે, તેમણે કહ્યું હતું કે, આવા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હશે. પરંતુ કેસીઝની સંખ્યા વધુ હશે તો સ્પષ્ટ છે કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. બોલ્ટન અને બ્લેકબર્નમાં લોકડાઉનની સંભાવના અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકાર અત્યારે ટેસ્ટીંગ વધારી રહી છે.