ભારતમાં કોરોના મહામારીના કારણે અતિગંભીર પરિસ્થિતિ ઊભી થઇ છે. દર્દીઓ વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય સેવાની અછતને કારણે જનજીવન ગંભીર રીતે ખોરવાયું છે. આ સ્થિતિમાં બોલિવૂડ સેલીબ્રિટિઝ અનેક રીતે લોકોને મદદ કરી રહ્યા છે. આ સમયમાં સલમાન ખાને પોતાની નવી ફિલ્મ ‘રાધેય: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અંગે મોટી જાહેરાત કરી છે. તેણે આ ફિલ્મમાંથી મળેલી તમામ આવકનો ઉપયોગ કોરોનાકાળમાં દેશને મદદ કરવા માટે કરશે તેમ જણાવ્યું છે. આ નાણાથી રાહત સામગ્રી જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવશે.
સલમાન ખાન બોલીવૂડના અંદાજે 40 હજાર કામદારોને આર્થિક મદદ અને રાશન આપશે. જેમાંથી 25 હજાર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમપ્લોયીઝમાં નોંધાયેલા છે. જ્યારે બાકીના 15 હજાર મહિલા કામદારો છે જે ફિલ્મ સિટી તેમજ અન્ય સ્ટુડિયોમાં કામ કરે છે. આ દરેકના એકાઉન્ટમાં સલમાન રૂ. ૧૫૦૦ જમા કરાવશે અને એક મહિનાનું રાશન આપશે. અગાઉ તેણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્રન્ટલાઇન વર્ક્રસ, હેલ્થ વર્ક્સ તેમ જ પોલીસને ફુડ પેકેટ્સ પણ પહોંચાડ્યા હતા.