વાવાઝોડાના કારણે મુંબઈના દરિયામાં 273 લોકો ભરેલુ એક જહાજ ફસાયું હતું. મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ભારતીય જહાજ P-305 દરિયામાં ફસાયું હતું. ભારતીય નૌકાદળના જવાનોએ 146 લોકોને બચાવી લીધા હતા, જ્યારે 170થી વધુ લોકો ગુમ છે. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું છે. એમાં સવાર લોકોને બચાવવા INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. આ જહાજમાં 137 લોકો સવાર હોવાનું માનવામાં આવે છે. એમાંથી 38 લોકોને બચાવી લેવાયા હતા.
આઈએનએસ કોચી, આઈએનએસ કોલકાતા અને અન્ય મોટા જહાજો પણ બચાવ કામગીરીમાં લાગ્યા છે. ભારતીય નેવીના અહેવાલ પ્રમાણે ઈન્ડિયન નેવલ P8I સર્વિલન્સ એરક્રાફ્ટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેવીના હેલિકોપ્ટર પણ તેમાં મદદ કરી રહ્યા છે. મંગળવારે આ ઓપરેશનની ગતિ વધારવામાં આવશે અને સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.