ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 3.62 લાખ કેસ નોંધાયા હતા અને 4,120 લોકોના મોત થયા હતા. આની સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 2,37,03,665 થઈ હતી, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 2,58,317 થયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી કોરોનાથી આશરે 1,97,34,823 લોકો રિકવર થયા છે, જ્યારે મૃત્યુદર 1.09 ટકા રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 37.10 લાખ થઈ હતી, જે કુલ કેસના આશરે 15.56 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 83.26 ટકા છે.
દેશમાં ગુરુવારે થયેલા કુલ 4,120 મોતમાંથી મહારાષ્ટ્રમાં 816, કર્ણાટકમાં 516, ઉત્તરપ્રદેશમાં 326, દિલ્હીમાં 300, તમિલનાડુમાં 293, પંજાબમાં 193 અને હરિયાણામાં 165 મોતનો સમાવેશ થાય છે.
દેશમાં કોરોનાના કુલ 3.62 લાખ નવા કેસમાંથી 72.42 ટકા કેસ દસ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાં દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 46,781 કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં 39,998 અને કેરળમાં 43,529 નવા કેસ નોંધાયા હતા.