લંડનના મેયર સાદિક ખાને આજે મુખ્ય વરિષ્ઠ નિમણૂકોની ઘોષણા કરી છે જેઓ તેમની સાથે લંડનને રોગચાળામાંથી થનાર રીકવરીને આગળ વધારવા અને વધુ સુંદર, વધુ સમાન અને વધુ સમૃદ્ધ શહેર બનાવવા માટે કાર્ય કરશે.
સાદિકે નોકરીઓને અગ્રતા આપી છે અને યુવાન લંડનવાસીઓને પાટનગરની રીકવરીના કેન્દ્રમાં મૂકવા માટે શક્ય તે બધું કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ માટે તેમણે રાજેશ અગ્રવાલને ફરીથી ડેપ્યુટી મેયર તરીકે નિમ્યા છે.
ભારતના ઈંદોરમાં જન્મેલો અને ઉછરેલા તેમજ 2001 માં ખિસ્સામાં £200 સાથે લંડન આવેલા રાજેશે એક ઉદ્યોગસાહસિક તરીકે બે વૈશ્વિક વ્યવસાયો સ્થાપ્યા હતા. 2005 માં રેશનલએફએક્સ અને 2014માં ક્ષેન્ડપે, બંને કંપનીઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બિઝનેસીસ અને વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફરની કિંમત ઘટાડી હતી. આ પદ પર તેઓ 2016માં નિમાયા હતા અને ત્યારથી તેઓ બ્રેક્ઝિટ અને કોવિડ-19 દ્વારા સર્જાયેલા અભૂતપૂર્વ કટોકટીમાંથી લંડનના સિટી હૉલમાંથી બિઝનેસ અને ઇકોનોમિક બ્રિફનું સંચાલન કરે છે.