કેલિફોર્નિયામાં ગવર્નર બદલવા ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્પર્ધામાં રહેલા કેટલાક રીપબ્લિકન ઉમેદવારો પૈકીના એક ઉમેદવારે તેમની રાજકીય સભામાં રીંછ લાવીને ગત સપ્તાહે ખળભળાટ મચાવ્યો હતો.
ઉમેદવાર જોન કોક્સ ‘સુંદરતા અને પ્રાણી’ વિષયક કેમ્પેઇન કરી રહ્યા છે. તેમના મતે સુંદરતા એટલે અત્યારના ડેમોક્રેટિક ગવર્નર ગેવિન ન્યૂસમ છે, જે પોતાની મુખ્ય ઉપસ્થિતિ માટે રાજ્યમાં જાણીતું છે અને તે હોલીવૂડનું ઘર છે. આ ચૂંટણી પ્રચારમાં કોક્સે પોતાને એક પ્રાણી તરીકે રજૂ કર્યા છે, જે અમેરિકાના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્યમાં રાજકારણને ઢંઢોળશે, જ્યાં એક છીંકણી રંગના રીંછને તેના ધ્વજમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
કોક્સ કહે છે કે, ‘સુંદર રાજકારણીઓ કેલિફોર્નિયામાં નિષ્ફળ ગયા છે’. તેમણે રાજ્યના પાટનગર સેક્રેમેન્ટોમાં એક સભામાં જણાવ્યું હતું. ‘રાજ્યને બચાવવા માટે આપણે મોટા, પ્રાણીગત ફેરફારની જરૂર છે. હું ટેક્સ ઘટાડીશ, કેલિફોર્નિયાને વધુ રહેવા લાયક બનાવીશ અને સેક્રેમેન્ટોમાં મોટા ફેરફાર કરીશ.’
કોક્સ સભામાં પબ્લિસિટી સ્ટન્ટ માટે આ કોડિયાક રીંછ લાવ્યા હતા, જે સૌથી મોટી અર્સાઇન પ્રજાતિનું હોવાનું માનવામાં આવે છે. આ રીંછનું નામ ટેગ છે અને તેનું વજન 500 કિલોગ્રામ છે. તેનો જન્મ બંધનાવસ્થામો થયો હતો અને તેને ફિલ્મો અને ટીવી સીરિઝમાં દર્શાવવા માટે તાલિમ આપવામાં આવી હતી.
રીંછનો રાજકીય પ્રચાર અને પબ્લિસિટી માટે ઉપયોગ થવાના કારણે પેટા જેવા પ્રાણી અધિકારના હિમાયતીઓએ કાગારોળ મચાવી હતી. તેમણે કહ્યું હતું કે, કોડિયાક રીંછ ટેગનો આ રીતે દુરુપયોગ કરીને શોષણ કરવામાં આવ્યું તે કમનસીબ અને શરમજનક બાબત છે.