ગુજરાતમાં કોરોનાનો કેર ચાલુ રહ્યો છે. રાજ્યમાં ગુરુવારે કોરાનાથી 123 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 8,000ને પાર કરી ગયો હતો. જોકે કોરોનાના નવા કેસ કરતાં રિકવર કેસની સંખ્યા ઊંચી રહી હતી.
સરકારે ગુરુવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 12,545 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, જેની સામે 13021 લોકોએ કોરોનાને માત આપી હતી.
રાજ્યમાં અત્યાર સુધીમાં 4,90,412 દર્દીઓ સાજા થયા છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 75.92 ટકા છે. રાજ્યમાં હાલમાં 1,47,525 એક્ટિવ કેસ છે. 786 લોકો વેન્ટિલેટર છે. 1,46,739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,035 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
ગુરુવારે અમદાવાદમાં નવા 3957 કેસ નોંધાયા હતા અને 17નાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 1427 કેસ નોંધાયા હતા અને 13નાં મોત થયા હતા. વડોદરામાં નવા 1018 કેસ જ્યારે 13નાં મોત, રાજકોટમાં નવા 695 કેસ જ્યારે 15નાં મોત, જામનગરમાં નવા 729 કેસ જ્યારે 13નાં મોત, ભાવનગરમાં નવા 322 કેસ જ્યારે 9નાં મોત, જૂનાગઢમાં નવા 445 કેસ જ્યારે 8નાં મોત થયા હતા. આ ઉપરાંત મહેસાણામાં 482, મહિસાગરમાં 224, દાહોદમાં 220 કેસ, ગીર સોમનાથમાં 218, પંચમહાલમાં 207, આણંદમાં 205 કેસ, બનાસકાંઠામાં 193, અમરેલીમાં 189, ભરૂચમાં 187 કેસ, કચ્છમાં 187, અરવલ્લીમાં 150, ખેડામાં 144 કેસ,પાટણમાં 139, સાબરકાંઠામાં 121, વલસાડમાં 108 કેસ, તાપીમાં 107, મોરબીમાં 87, નવસારીમાં 87 કેસ, સુરેન્દ્રનગરમાં 85, નર્મદામાં 71, બોટાદમાં 64 કેસ, છોટા ઉદેપુરમાં 60 અને પોરબંદરમાં 58 કેસ દેવભૂમિ દ્વારકામાં 49 અને ડાંગમાં 8 નવા કેસ નોંધાયા હતા