ગયા વર્ષે વિક્રમજનક સમયમાં કોરોના વેક્સીન વિકસિત કરનારી વિશ્વની અગ્રણી ફાર્મા કંપની ફાઇઝરે ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વેક્સીનના વેચાણથી 3.5 બિલિયનની આવક મેળવી છે, જે તેની કુલ આવકના ચોથા ભાગની છે. કોરોના વેક્સીન ફાઇઝરની આવકનો સૌથી મોટો સ્રોત બની છે, એમ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું.
જોકે ફાઇઝરે તે જાહેર કર્યું નથી કે કોરોના રસી વેચીને કેટલો નફો થયો છે. પરંતુ કંપનીએ તેના અગાઉના અંદાજને જાળવી રાખતા જણાવ્યું હતું કે વેક્સીનના વેચાણમાં તેનું પ્રોફિટ માર્જિન 20 ટકા જેટલું ઊંચું છે. તેનાથી પ્રથમ ક્વાર્ટરમાં કંપનીને ટેક્સ પહેલા 900 મિલિયન ડોલરનો નફો થવાનો અંદાજ છે.
કંપનીની વેક્સીનમાં ધનિક દેશોને પ્રાથમિકતા મળી છે. ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ, જોકે જણાવ્યું હતું કે તેઓ ગરીબ દેશોમાં પણ કોરોના રસી આપવાનું વિચારી રહ્યા છીએ. ફાઈઝરની રસી કોવિડ-19 ના સંક્રમણને રોકવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. કંપનીના ચીફ એક્ઝીક્યૂટીવે કહ્યું કે તે આ રસી માટે દરેકની પહોંચ સુનિશ્ચિત કરવા માગે છે. એપ્રિલના મધ્ય સુધીમાં વિશ્વના સૌથી ધનિક દેશોએ 700 મિલિયન ડોઝમાંથી 87% વેક્સીન ખરીદી લીધી હતી. ગરીબ દેશોમાં ફાઇઝરની કોરોનાવાયરસ રસી માત્ર 0.2 ટકા મળી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડેટા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
સમૃદ્ધ દેશોમાં 4 માંથી 1 લોકોને રસી આપવામાં આવી છે. ગરીબ દેશોની પરિસ્થિતિ એ છે કે અત્યાર સુધીમાં 500 લોકોમાંથી એક જ વ્યક્તિ કોરોનાવાયરસની રસી મેળવી શક્યું છે. ફાઈઝરે અગાઉ જણાવ્યું છે કે તે તેની કોરોના રસી વિશ્વભરમાં પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ મંગળવારે કહ્યું કે, તેણે વિશ્વના 91 દેશોમાં અત્યાર સુધીમાં 430 મિલિયન વેક્સીન મોકલી છે.
ફાઈઝરની પ્રવક્તા શેરોન કાસ્લિયોએ જણાવ્યું હતું કે રસીના કેટલા ડોઝ ગરીબ દેશોમાં ગયા છે તે કહેવું મુશ્કેલ છે. હવે ફાઇઝરે કહ્યું છે કે તે હવે કોરોના રસીના વેચાણથી નફો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા સ્પષ્ટ કરે છે કે ફાઇઝર દ્વારા વિશ્વના ગરીબ દેશોને કોરોના રસીના રૂપમાં હજી સુધી મદદ કરી નથી.