ગુજરાતમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં ઉછાળા આવ્યા બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવિટી રેટ 25થી 30 ટકા સુધી પહોંચી ગયો હતો. જોકે હવે સરકારના આંકડા પરથી લાગે છે કે નવા કેસોમાં ઘટાડો કરવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે. આ માટે સરકારી તંત્ર દ્વારા થતાં અને નોંઘાતા કોરોના ટેસ્ટિંગને આડકતરી રીતે ઘટાડીને નવા પોઝિટિવ કેસોમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 10 દિવસ પહેલા રોજ 1.90 લાખ જેટલા ટેસ્ટ થતા હતા, પરંતુ હવે તે ધીમે-ધીમે ઘટાડીને 1.37 લાખ કરી દેવાયા છે. આમ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રિત કરવા માટે ટેસ્ટ ઘટાડી દીધા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં રવિવારે ઘટાડો થયો હતો. રાજ્યમાં નવા 12,978 દર્દીઓ નોંધાયા અને 153ના મોત થયા હતા.