કર્ણાટક સરકારે રવિવારની રાત્રે સરકારી હોસ્પિટલમાં 24 દર્દીઓના મોતની તપાસના આદેશ જારી કર્યા છે. આ દર્દીઓના મોત મેડિકલ ઓક્સિજનના અભાવે થયા હોવાનું માનવામાં આવે છે. હોસ્પિટલમાં ઓછામાં ઓછા 144 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મીડિયા અહેવાલ મુજબ ઓક્સિજનના અભાવ અને બીજા કારણોસર ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓનાં મોત થયા હતા. તેમાં 23 કોરોના સંક્રમિત હતા. જિલ્લા વહીવટીતંત્રે ઓક્સિજનના અભાવનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી દુર્ઘટના થઈ છે. આ ર્દુઘટના પછી મૈસુરથી 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્રાએ આ ઘટનાની તપાસ માટે આઇએએસ અધિકારી શિવાયોગી કલસાદની નિમણુક કરી હતી. તપાસ ત્રણ દિવસમાં પૂરી કરવામાં આવશે.